એસ.સી.એલ.સી.એસ.એસ.

SCLCSS

નેશનલ એસ સી -એસ ટી હબ હેઠળ વિશેષ ક્રેડિટ લિંક્ડ કેપિટલ સબસિડી સ્કીમ (એસ સી એલ સી એસ એસ ) રજૂ કરવામાં આવી છે. આ યોજના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર દ્વારા નેશનલ એસ સી/એસ ટી હબ (એન એસ એસ એચ) દ્વારા સંચાલિત છે અને યોજના 31.03.2026 સુધી માન્ય રહેશે.

SCLCSS

આનો ઉદ્દેશ્ય મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો દ્વારા નવા સાહસોની સ્થાપનાને પ્રોત્સાહન આપવા અને જાહેર સંપાદનમાં એસ સી/એસ ટી ઉદ્યોગસાહસિકોની ઉન્નત ભાગીદારી માટે વર્તમાન એમ એસ ઈ એસ ની ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે.

  • એસ સી એલ સી એસ એસ મુખ્ય ધિરાણ સંસ્થા પાસેથી ટર્મ લોન માટે પ્લાન્ટ અને મશીનરી અને સાધનોની ખરીદી માટે એસ સી/એસ ટી સૂક્ષ્મ અને નાના એકમો માટે લાગુ પડે છે. આ યોજના હેઠળ હાલ કાર્યરત અને નવા બંને એકમો આવરી લેવામાં આવ્યા છે.
  • યોજના હેઠળ ઉત્પાદન અને સેવા ક્ષેત્ર (15.11.2021 થી સમાવિષ્ટ) પાત્ર છે.
  • આ યોજના માત્ર એસ સી/એસ ટી એમ એસ ઈ માટે છે, જેમણે પી એલ આઈ પાસેથી ટર્મ લોન દ્વારા પ્લાન્ટ અને મશીનરી અને સાધનો ખરીદ્યા છે. (મહત્તમ/સીમા મર્યાદા રૂ. 1.00 કરોડ).
  • યોજના હેઠળ પ્લાન્ટ અને મશીનરી અને સાધનો (મહત્તમ રૂ. 25.00 લાખ)ની ખરીદી માટે મંજૂર કરાયેલ મુદતની લોનના 25% પર મૂડી સબસિડી ઉપલબ્ધ થશે.
  • ઓનલાઈન એપ્લિકેશન અને ટ્રેકિંગ સિસ્ટમ પહેલાથી જ છે અને સુધારેલી જોગવાઈઓ અનુસાર સુધારેલ છે.
SCLCSS